STORYMIRROR

Vrajlal Sapovadia

Drama Tragedy

3  

Vrajlal Sapovadia

Drama Tragedy

દાનેશ્વરી

દાનેશ્વરી

1 min
216

જમણો હાથ આપે તે ડાબો ના જાણે 

પણ એક ટીકડીનું દાન ટ્વિટર પર લાખો માણે,


પાણીનાં ખોલ્યા પાદરે બે ચાર પરબ 

બાટલા મૂક્યા હજાર પણ દાતાનાં ફોટા અરબ,


આપ્યો કોઈ અજ્ઞાતે મફત પ્રાણવાયુ 

નેતાનાં પૂતળાંને રંગીન ફૂગ્ગે ભર્યા વાયુ,


ખોલ્યાં ખુલ્લા મેદાને હજારો બેડના દવાખાના 

ન બેડ દવા કે દાક્તર, વિદૂષકો ચિતરાવ્યા ભારખાના,


દાન કરે રાઈનું ને કરવો પર્વતનો પ્રચાર  

મફત પ્રચારનો મોકો એટલે તો આવ્યો આવો વિચાર,


આફત પલટાવી નેતાએ અવસરમાં આજ 

મરે તો લોક મરે, મારે તો બસ કરવું છે રાજ,


જનતાનાં પૈસે કરવાનું ખાલી લોકાર્પણ

થોડાં બચેલાં લોક ભલે કરે વહાલાંનું તર્પણ,


ઉદ્ઘાટન જન્મસિદ્ધ અધિકાર છે મારો 

નહીં થાય સારવાર જ્યાં સુધી સ્પર્શે કરકમલ અમારો,


જમણો હાથ આપે તે ડાબો ના જાણે

આવો મોકો પ્રપંચી પ્રચારનો થાય વગર નાણે,


પણ એક ટીકડીનું દાન ટ્વિટર પર લાખો માણે 

ત્રાહિમામ જનતા ને વિદૂષકો ભરે ભોજન બત્રીસ મારે ભાણે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama