STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Action

3  

Meenaz Vasaya. "મૌસમી"

Action

ચૂપ રહેવા મજબૂર કરે છે

ચૂપ રહેવા મજબૂર કરે છે

1 min
9

આ કાંટાના ચુભનની વાત કરવી છે,

પણ આં ફૂલોનો મુલાયમ સ્પર્શ,

મને ચૂપ રહેવા મજબૂર કરે છે,


આ દરિયાની ખારાશ વિશે વાત કરવી છે,

આ સરિતાની મીઠાશ,

મને ચૂપ રહેવા મજબૂર કરે છે,


આ ચાંદ પર લાગેલા ડાઘની વાત કરવી છે,

પણ આ શ્વેત મધુર ચાંદની,

મને ચૂપ રહેવા મજબૂર કરે છે,


આ જિંદગીની ફરિયાદો વિશે વાત કરવી છે,

પણ આ ચહેકતાં પંખી, અને મહેકતા ફૂલો,

મને ચૂપ રહેવા મજબૂર કરે છે,


ઈશ્વર પ્રત્યેની ફરિયાદોની વાત કરવી છે,

ઈશ્વરનું અમૂલ્ય નજરાણું એવા સ્વજનોનો પ્રેમ,

મને ચૂપ રહેવા મજબૂર કરે છે,


એના ડંખીલા સ્વભાવની મારે વાત કરવી છે,

પણ એનો મારા પ્રત્યેનો અખૂટ સ્નેહ,

મને ચૂપ રહેવા મજબૂર કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action