ચોકલેટ આપીને ગયા છે
ચોકલેટ આપીને ગયા છે
શું કહું મને કેવી એ ભેટ આપીને ગયા છે,
મારી મન પસંદ એ ચોકલેટ આપીને ગયા છે.
એમના ગયા પછી હું શું કરીશ બસ એ જ વિચારે,
અમારા વચ્ચે થયેલી એ લાંબી લચક એ ચેટ આપીને ગયા છે.
જોઈએ હવે ક્યારે મળવાનું થાય છે કિસ્મતમાં,
પણ મારાં સંતોષ ખાતર એક એ ડેટ આપીને ગયા છે.
વહેલાસર આવ્યા હોત તો સારુ થતે એમ લાગે,
છેક હમણાં આવીને આપ્યું બહુ લેટ આપીને ગયા છે.
બસ એક સંતોષ છે મને એમની સાથેની વાતોમાં,
કે "સંગત" એ મને બહુ મજાનું ને મોંઘુ નેટ આપીને ગયા છે.

