ચંદ્રની ચાંદની
ચંદ્રની ચાંદની
મળે એક રોશની મને તારી,
સૂર્યનું કિરણ, ને ભળે ચંદ્રની ચાંદની.
તારાને મારા પ્રેમની એક કહાની,
બને એક અલગ ઈતિહાસની કોતરણી.
હોય ભલે જુદાં અમારા નાત ને જાત,
પણ એ નીભાવશુ સાત જન્મનો સાથ.
તું મારો પ્રેમી, ને હું તારી પ્રેમિકા,
એમાં દુનિયાની ના હોય અલગ ભુમિકા.
સુર્યની પેઠે પ્રેમ રહેશે ઉજ્જવળ,
એના તેજની જેમ પ્રેમ રહે સદા નિર્મળ.
ચંદ્રની જેવો શીતળતા આપે એ છે પ્રેમ,
એકબીજાનાં પ્રેમમાં ન હોય કદી વ્હેમ.
તારી મારી પ્રિત અમર રહેશે,
જો એકબીજા માટે સદા સન્માન હશે.

