STORYMIRROR

imran cool *Aman* Poetry

Inspirational

3  

imran cool *Aman* Poetry

Inspirational

ચલ મન કંઈક કરીએ..!

ચલ મન કંઈક કરીએ..!

1 min
35

ચલ મન કંઈક કરીએ, 

કે જીતી જઈએ જગને..!


ઈચ્છાઓના ઘોડાપૂર પર સવાર થઈને 

ખુવારીની આગમાં તપીને ખુવાર થઈએ ...!


કિસ્મતની નહીં, પ્રારબ્ધની વાત કરીએ, 

રબની મહેર છે બસ હવે, 

કાંડા પર જોર દઈએ..!


ચલ મન કંઈક કરીએ, 

કે જીતી જઈએ જગને ..!


શમણાંઓનો સાથ, દેશે દસેય દિશાઓ,

રહીશું જ્યારે અડગ નિશ્ચયે ..! 


એકલો હોય તો શું થયું ? 

કોઈ રાહબરની પણ વાટ શું ? 


જોઈશું જો આભમાં, આ ચાંદ ને સૂરજ પણ, 

એકલા નીકળે છે સફર પર ..! 


જાણું છું કે રસ્તાઓ મુશ્કેલ છે, 

ને કાંટાઓની ભરમાર છે ..

જો રાખીશું વિશ્વાસ,

મંઝિલની રાહ પર .. !


ચઢી લઈશું ઊંચી ચટ્ટાન પણ,

જો હોઈશું બુલંદીના માર્ગ પર..!


ચલ મન કંઈક કરીએ 

કે જીતી જઈએ જગને..!


બધું ખતમ નથી 'અમન' હજી શરૂઆત છે ... 

ટપકું નથી આ, બસ અલ્પવિરામ છે..! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational