STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

ચલ હવે એક પેગ મારી લઈએ

ચલ હવે એક પેગ મારી લઈએ

1 min
122

થોડું કરી લે પાપ જીવ,

ચાલ્યા દોસ્ત બધાં નરકમાં,

તું એકલો કરીશ શું સ્વર્ગમાં,

ચલ હવે એક પેગ મારી લઈએ,


એવા પણ મળ્યા અપરિચિત,

જે દોસ્ત આપણાં થઈ ગયા,

જ્યારે આપણાં થયાં પરાયા,

ચલ હવે એક પેગ મારી લઈએ,


કરી જાય છે છેતરપીંડી,

કરી મારી સાથે, થશે તારી સંગ,

પણ એક દિન જરુર કોઈના હસ્તે,

ચલ હવે એક પેગ મારી લઈએ,


એક છે જે આપે છે નવો મોકો,

ને એક એ પણ જે આપે ધોખો,

બદલે બે આ - દિશા જીવનની

ચલ હવે એક પેગ મારી લઈએ,


લડી શકું ખુલેઆમ દુશ્મન સામે,

પણ કોઈ કરે જો છલ છુપાઈને,

તો એનો સામનો કેમ કરું હું,

ચલ હવે એક પેગ મારી લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance