ચકી રે ચકી તને શું થયું ?
ચકી રે ચકી તને શું થયું ?
ચકી રે ચકી તને શું થયું ?
મારી મા એ મને મેણું માર્યું,
મેણા મા તને શું રે કહ્યું ?
મોબાઈલનું વળગણ કહ્યું.
તો, તેમાં ખોટું શું રે કહ્યું,
તારી આંખો નબળી થઈ,
અભ્યાસમાં પાછળ રહી ગઈ,
મિત્રોની સાચી ઓળખાણ જતી રહી.
ઘરમાં ગડીને ઘર કુકડી બની ગઈ,
ચકી તારી ઓળખાણ જતી રહી,
બોલ, તારી મા એ સાચું કહ્યું !
હા, હવે મને સમજાય ગયું,
મોબાઈલથી તો બધું થઈ ગયું,
માની વાતથી મોબાઈલ છૂટી ગયું.
મન આનંદથી હળવું હળવું થઈ ગયું,
મા મા તે સાચું કહ્યું એ મેણું જતું રહ્યું,
મોબાઈલનું વળગણ છૂટી ગયું.
