STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

ચિંતન

ચિંતન

2 mins
195

ચિંતન કરું ? મંથન કરું ? કે કરું મનોમંથન ?

હે ઈશ ! તને સમજવા હું શું કરું ?

નથી સમજી શકતી આ તારી ખુદાઈ ને એટલે નત મસ્તકે કરું તને વંદન,


નથી સર્જીને છોડી દીધા અમને તે ફક્ત

રાખ્યો અમારી જરૂરિયાતોનો પણ પૂરો ખ્યાલ તે,

તે શું નથી આપ્યું અમને ?

ઊગવા માટે સવાર આપી તે,

ધબકતા રહેવા આપ્યો શ્વાસ તે,

મહેકવા માટે આપ્યું હાસ્ય તે,

તરસવા માટે આપ્યું રણ

અને વરસવા માટે આપ્યું વાદળ તે,

માણવા માટે પ્રકૃતિનું આહલાદક અને નયનરમ્ય સૌંદય આપ્યું ખોબલે ખોબલે ભરી તે,

તીતલીની સ્ફૂર્તિ

અને મેઘધનુષ્યના રંગો આપ્યા તે,

પંખીઓનો કલરવ આપ્યો તે,

કાર્ય માટે દિવસ અને આરામ માટે રાતો આપી તે,

ઉજાસ માટે સૂર્ય ચંદ્ર અને તારા ઓ આપ્યા તે,

રહેવા માટે વિશાળ ધરતી આપી તે,

નથી કોઈ ટેકો તોય અડગ આકાશ રહે છે,


તું કેવો છે ? આર્કિટેક્ચર !

તારી આ કરામત જોઈ ને તો હું તો નત મસ્તકે સો સો સલામ  કરું તને વંદન કરું તને,

હૃદય અને મગજ જેવા નાજુક અંગો ને

કેવા તે ! જાળવીને રાખ્યા છે,

હૃદય આડે છાતીનું અને મગજ આડે ખોપરીનું કવચ રાખ્યું છે તે,

હું તારું ચિંતન કરું તો કઈ રીતે ?

હું તો પામર રાહ ભટકેલો મુસાફિર, તને પામું કઈ રીતે ?

તે તો આપ્યું મબલખ

પણ હું તને શું આપું ?

હું તો મોહમાયામાં અંધ

દુનિયાના પાંજરામાં કેદ પંખી તારું સ્મરણ ભૂલી

રાહ ભટકી

તકલીફમાં જ તને સાદ કરું છું ,

પણ તે ક્યાં કોઈ દિ કીધું કે

આજે મેં તને યાદ નથી કર્યો તો તું મને ખાવા માટે અનાજ કે પીવા માટે પાણી કે શ્વાસ લેવા માટે હવા નહીં આપે,

પણ આજે તને યાદ નથી કર્યો એટલે ઓક્સિજન નહીં આપ,

તેમ છતાં તું કેવો દાતાર છો,

હું માંગુ ટીપું ને તું સમંદર આપે છે,

હું માંગુ સિતારો ને

તું પૂરું આકાશ આપે છે,

હું માંગુ એક શ્વાસ ને તું પૂરું આયખું આપે છે,

નથી સમજાતી તારી આ પ્રથા

સમજવા તેને હું ખાઉં છું ગોથાં,

ચિંતન કરું ? મનન કરું ? વિચાર વિમર્શ કરું કે

 કરું

મનોમંથન ?

નથી સમજાતું મને એટલે કરું તને વંદન,

એટલે કવિતારૂપી પ્રાર્થના કરું તને અર્પણ,


Rate this content
Log in

Similar gujarati poem from Drama