STORYMIRROR

Kaushik Dave

Abstract Drama Tragedy

3  

Kaushik Dave

Abstract Drama Tragedy

ચીસો

ચીસો

1 min
180

ચારેબાજુ છે અંધારું,

ચક્કર મને આવે, એ બિહામણી ચીસોથી,


મારું દીલ આજ પણ ગભરાય,

એ તોફાનો એ દંગાઓ,

યાદ મને આવે, એ બિહામણી ચીસોથી,


મન મારું આજ પણ ગભરાય,

એ ગોઝારી રાતે, આગની લપેટમાં, ઘરના સહુ આવે,બસ..બસ.. ચીસાચીસ..,


ફસાઈ ગયું, એ આગની લપેટમાં, ઘરનું વડીલ, બચ્યા બાલ બચ્યા, એ બિહામણી ચીસોથી,


મારૂં મન આજ પણ ગભરાય,

કેમ રૂઠે આ કુદરત !, ના દયા ! કે ના સમજ !

હર હાલમાં, ના જોઈએ એ દંગાઓ,

કોઈ ના માસુમ ! કોઈ ના વડીલ !


ફસાઈ જાય ને બને,બદકિસ્મત ! બસ...સંભળાય...એ..,

ભયાનક ચીસો.........ચીસો.....ચીસો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract