છો રાજા ઋતુઓના
છો રાજા ઋતુઓના
મ્હેંકી ખીલ્યાં કુસુમો, વન પથ મધુરા, ફાગ ઝીલી પધારો છો રાજા ઋતુઓના, વન મન મલકે, કંઠ કોકિલ તેડાં
સૌથી સોહામણી ઓ, ઋતુ જ ખુશનુમા, છે પ્રફુલ્લિત હૈયાં સોળે શોભે વસંતી, પરિમલ ગજરે, ઘૂમતી વન્ય રંભા,
વૃક્ષો ઝૂમે ઘટાળાં, મઘમઘ વનડે, મંજરી મત્ત નાચે ખૂલ્યાં છે પ્રેમ દ્વારો, કલરવ શમણે, દિલડાં દિવ્ય ભાવે
પીળાં જામા ધરીને, ઉપવન તરુઓ, શાખથી વીંઝણો દે કેસૂડો કામણો ને, કુસુમ મુખલડાં, નેત્રને તૃપ્તિ દેતાં
રાતી આ કુંપળો ને, કુદરત રૂપલી, વિશ્વ આખું નવોઢા ભાવોલ્સાસી વિહંગો, ષટ્ રસ ભરણે, ગીત છેડો ઉમંગે.

