ચહેરાઓ
ચહેરાઓ
ચહેરે એ તેજ ઝળહળતા સૂર્ય પ્રકાશનું પ્રતિબિંબ,
આવા ચહેરાથી કોઈનું પણ પ્રભાવિત થવું સ્વાભાવિક,
સર્જનહારની ચીવટ અને કુશળતાને સલામે અભિનંદન,
જેને મળ્યો હશે આ અદભૂત પુરસ્કાર એને નમસ્કાર,
શીતળતા અર્પતા આવા ચહેરાઓનો ક્યાં હશે વસવાટ ?
શોભતું હશે નગર,સૌંદર્યસામ્રાજ્ઞીઓના છલકતા જોબનથી,
વસાવ્યા આવા ચહેરાઓ દિલમાં જ અમે કારણ જાણો છો?
ડર રહેતો હતો ક્યાંક આંખોના અશ્ર્રઓ સંગ વહી ના જાય !
શું સમજાવું મહત્વ એવા ચહેરાઓનું,દિલમાં જગા જોઈ લો,
સંબંધો કેટલાક બહુ અણમોલ વધારે આથી સમજાવું શું હું ?

