ચહેરા પર ચહેરો
ચહેરા પર ચહેરો
મારાં ચહેરા પર ચહેરો પહેરી રાખું છું,
સુખનાં પડદા પાછળ પીડા છૂપાવી રાખું છું,
આઘાતોનાં ઘાતોથી ઘાયલ તો થઈ છું,
મન પર મૌનનો મલમ લગાવી રાખું છું,
આંસુઓ હમસફર બની ગયા છે,
હોઠે સ્મિતનો પહેરો સજાવી રાખું છું,
આસપાસની એકલતાને ઓળંગવી નથી,
કાગળ, કલમ, અક્ષરોનો સથવારો રાખું છું,
શું કામ સાબિત કરવું હરદમ પ્રેમને ?
હું ચાહતને રૂહમાં ભેળવીને રાખું છું,
તું યાદ કર-ભૂલી જા હવે એ મહત્વનું નથી,
શ્વાસોની આવન-જાવનમાં નામ તારું ભરું છું.
