STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

છેલ્લો વરસાદ

છેલ્લો વરસાદ

1 min
172

જેમ કોઈ અવળચંડો માનવી ટ્રાફિક નિયમની પાળ તોડી ભાગે એમ,

આ વરસાદ જો ને ધોધમાર વરસીને પોતાની હદ ઓળંગી ગયો,


જતા જતા એ સૌને દુઃખી કરતો ગયો,

કોઈ બન્યા ઘરવિહોણા,

કોઈના ઢોરઢાંખર તણાયા,

કોઈનો પાક નિષ્ફળ ગયો,

કોઈની દુકાનોનો માલ બગડ્યો,

જનજીવન અસ્ત વ્યસ્ત કરતો ગયો,


આ જતા જતા વરસાદ સૌની આંખોમાં પાણી લાવતો ગયો,

જાણે ! આ દૂર્વાસા જેવો ક્રોધી બની,

બધું તહસ નહસ કરતો ગયો

જો ને આ છેલ્લો વરસાદ,

પડ્યા પર પાટું મારતો ગયો,


કોરોના, વાવાઝોડાના નુકશાનની હજી તો ભરપાઈ નથી થઈ

ત્યાં તો બમણી નુકશાની કરતો ગયો,

જો ને આ છેલ્લો વરસાદ કઈ કેટલીય ઉપાધિ દેતો ગયો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational