STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

ચ્હા

ચ્હા

1 min
197

પ્રભાતિયે ઉઠીને ચ્હા પીનારને ચ્હા વાચા આપે,

થોડુંઘણું તો થોડુંઘણું એદીઓનું એદીપણું કાપે,


સડકછાપની પસંદ કડક ચ્હા કોઈને ગમે મીઠી,

ગીરના નેસડે મેં ચાસણીથી મીઠી ચ્હા પણ દીઠી,


ક્યાંક અમદાવાદી કરકસરીયા કરે ચ્હા આધી આધી,

એમાંથી તો પૈસા કમાવવાની એમને આ બુદ્ધિ લાધી,


ક્યાંક ચ્હા મળે કટિંગ તો ક્યાંક વળી રાજા રાણી,

પાણી પછી પીધી ચ્હાના સામ્રાજ્યની વાત જાણી,


સાકર હોય ગેરહાજર તો ચ્હા સ્વાદે કડવી ને તૂરી,

ઉકાળો ઓછી તો બેસ્વાદ ને દૂધ વગરની ચ્હા ભૂરી,


ચ્હામાં સોડમ સ્વાદ લાવે એલચી ફુદીનો કે આદુ,

તાજગી દિમાગમાં જોઈએ બાકી હું તો એક પ્યાદું,


દિવસની શરૂઆત કરું ચ્હાની ચુસ્કી ભરી સવારમાં,

અતિથિ આવી ચડે તો ચ્હાથી સ્વાગત પળવારમાં,


પીઓ રકાબી કે કપમાં ચ્હા તો અમૃત કળિયુગનું,

હોય કિટલી ચ્હાથી ગરમ એ વિધાન છે જુગજુગનું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama