ચેતતા રહેજો
ચેતતા રહેજો
હોય બતાવવાને મુખોટા જુદા જુદા
કર્મથી એ રહેતા મનુષ જુઠા સદા,
રહસ્યમય દુનિયામાં ચેતતા રહેજો સદા,
મુખમાં લઈ રામ તણાં એ નામ
બંગલા સમ કપટી કરે એ કામ
રહસ્યમય દુનિયામાં ચેતતા રહેજો સદા,
બાંધી મિત્રતા એ ભરોસાની મોટી
કરી કામ જુઠા સાબિત કરે ખોટી
રહસ્યમય દુનિયામાં ચેતતા રહેજો સદા,
સંબંધો અહીં લોહીના પણ જુઠા
મનુષ આજ સૌને છેતરવા બેઠા
રહસ્યમય દુનિયામાં ચેતતા રહેજો સદા,
વિચારે સૌ હિત પોતપોતાના
ત્યાં સંબંધો નિભાવે કોણ લાગણીના
રહસ્યમય દુનિયામાં ચેતતા રહેજો સદા.
