ચેતના
ચેતના
માનવ દાનવ થાતાં લાગે,
સંબંધો સૌ સ્વાર્થે જાગે,
વેર જાય માનવતા જાગે,
આજ સૂતેલી ચેતના જાગે,
દીન દુઃખી જોઈ આત્મા કાંપે,
હર પળે હો ઈશ જો પાસે,
કાંટા રાને સુખ સૌ માગે,
આજ સૂતેલી ચેતના જાગે,
દેવ દીસે નહીં દેવળ માંહે,
પર સેવાથી પરભુ જાગે,
'રંજ' રહે નહીં જો જન જાગે,
આજ સૂતેલી ચેતના જાગે.
