ચાતક
ચાતક
ધમરોળી છે ધરાને આજ, ઓલા નટખટ ઘનઘોર ગગને,
જાણે રંગી'તી રાધાને, ઓલા રસપ્રચુર તોફાની કાને.
ભીંજવે છે નભ, એવી રીતે મુશળધાર, ઉપરથી આ સૃષ્ટિને,
જાણે પ્રેમ આજ પૂરો વરસાવીને, તૃપ્ત થવું છે, ખુદ એના રચનારને.
ઉત્સાહ ને ઉમંગનો નવો સંચાર આજ આપશે એ કુદરતને,
રંગાઈ જઈશ જો એના જ રંગમાં તો, પામશે એની સોળે કળાને
છોડ ઘડીક બધા કામોને, ને આવીજા તારી અલ્લડ અદાઓ લઈને.
બસ હવે આજ રાહ છે તારી જ, તારા આ 'નિપુર્ણ' એવા ચાતકને.