STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

ચાંદની શરમાણી

ચાંદની શરમાણી

1 min
242

મધુર મિલનની રાતલડી આવી,

પૂનમની શિતળ ચાંદની રેલાણી,

મારી નજર સાથે નજર મળી તારી,

તે જોઈને ચાંદની પણ શરમાણી.


શ્ચાસોની સરગમ મેં તુજ પર વહાવી,

તારા મસ્તકની ઝૂલ્ફો લહેરાણી,

ઝૂલ્ફોમાં બાંધેલી મોગરાની વેણીથી,

મદહોંશ કરનારી સુગંધ મહેંકાણી.


તારી નયનોની પલકો પલકાણી, 

પ્રેમની ભાષા મુજને સમજાણી,

તુ દોડીને મારા દિલમાં સમાણી,

તે જોઈને ચાંદની પણ શરમાણી .


તારા મિલનની મેં તડપ નિહાળી,

મુજને તારો પ્રેમ દિવાનો બનાવી,

તારા સુંદર રૂપના મોહમાં ડૂબાડી,

તું બની ગઈ મારા સપનાની રાણી.


સાથ નિભાવવાની સોગંધ ખાનારી,

પ્રેમ સરિતા મુજ પર વહાવનારી,

"મુરલી" સંગ પ્રીતના તંતુથી બંધાણી,

તે જોઈને ચાંદની પણ શરમાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance