ચાંદલિયો
ચાંદલિયો
ચાંદલિયો આભથી ઊતરી ચાંદલિયો ફળિયે સૂઈ મલકાય...
આભલે ભરેલ ઘાઘરીની ઘૂઘરીઓ રણકાવી જાય...
આભથી ઊતરી ચાંદલિયો ફળિયે સૂઈ મલકાય......
તારલાનો ચંદરવો ઝાકળબિંદુ ઘાસમાં થઈ પથરાય...આભથી ઊતરી ચાંદલિયો ફળિયે સૂઈ મલકાય......
ચૂમ્યો મારા વા'લાની ગાલના ખંજને ઉભરાઈ જાય...આભથી ઊતરી ચાંદલિયો ફળિયે સૂઈ મલકાય...
મીણના ડુંગરો ચઢવાનું કામ લઈને મલકાય....આભથી ઊતરી ચાંદલિયો ફળિયે સૂઈ મલકાય..
લપસ્યા કરું કે પીગળ્યા કરું ને એતો બસ મલકાય..આભથી ઊતરી ચાંદલિયો ફળિયે સૂઈ મલકાય.

