ચાંદ
ચાંદ


મારી ચોરસ બારીમાંથી
એ ડોકિયા કરે,
અડધી રાતે મારી સાથે
આંખ મીંચામણાં કરે,
એની શીતળતા મને ભીંજવી નાખે
હું આંખો બંધ કરીને,
એની શીતળતામાં મહાલુ,
ધીરે ધીરે એ મારી બારીમાંથી ખસી ને
બીજાની બારીમાં જાય..
તો પણ હું રાત પડવાની રાહ જોઉં,
કે ક્યારે એ મારી બારીમાંથી ડોકિયું કરે.
ચૌદ દિવસે એ પૂરો ચહેરો બતાવે..
પછી હું એને ઘટતા ઘટતા નખ જેવો બનતા જોઉં,
અને અમાસમાં એને આકાશમાં શોધુ,
મારી બેચેન આંખો સિતારાઓને પૂછે" ક્યાં રહી ગયો મારો પ્રેમી"?
ફરી નખ જેવો બની મારી આશાઓને જીવંત કરે
ફરી તારા પૂર્ણ થવાની રાહ જોઇશ વહાલમ.