ચાલવાની મજા
ચાલવાની મજા
પ્રેમને મસ્તીના માર્ગે
ચાલવાની છે મજા
સપના કંઇ મજાના હતા
કોઇ રંગીન તો કોઇ ગમગીન હતા
કંઇ ભૂલાયા સપના રસ્તામાં,
કંઇ વિખરાયા કોઇ યાદોમાં
તો યે આવી છે મજા અહીં
જમાનાની ચાલ માં
ના વચનની તરસ
ના કોઇ ઉપદેશનો બોજ
ના કોઇ સવાલ
બસ આવી છે મજા
પ્રેમને મસ્તી ના માર્ગે ચાલતા.