STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલતો રહેજે તું

ચાલતો રહેજે તું

1 min
245

જીવન સફરમાં તું ચાલતો રહેજે,

મળે કોઈ સાથી સંગાથી જશ્ન મનાવતો રહેજે,

જીવનપથ પર સતત તું ચાલતો રહેજે,


ઝરણાંની જેમ અવિરત ગતી કરતો રહેજે,

આવે જો પથરીલો રસ્તો તો પણ પાર કરતો રહેજે તું,

જીવનપથ પર સતત ચાલતો રહેજે તું,


રસ્તા હોય ક્યારેક ફૂલોથી સુશોભિત

તો ક્યારેક કંટકથી ઘેરાયેલા,

હોય ક્યારેક આડા ટેઢા,

તો ક્યારેક સીધા ને સપાટ,

તો પણ તું હૈયે હામ રાખી સતત ચાલતો રહેજે,


અવિરત વહેતી ધાર પણ તોડી શકે આ કાળમીંઢ પથ્થર ને,

તું તો ઈશ્વરનું અમૂલ્ય સર્જન

ભીતર ભર્યો તારે અખૂટ શક્તિના ભંડાર,

તું ખોલતો રહેજે એને,

આકાશની ઊંચાઈઓ સર કરતો રહેજે,

જીવનપથ પર સતત ચાલતો રહેજે તું,


ઊભી છે મંઝિલ ચૂમવા તને

સફળતાના ફૂલોથી વધાવવા તને

સફળતા તરફ ડગ માંડતો રહે જે તું,

જીવનપથ પર ચાલતો રહેજે તું,


કર્મની હોડી ને હલેસા મારતો રહેજે તું,

સફળતાની નદી ને પાર કરતો રહેજે તું,

જીવનપથ પર સતત ચાલતો રહેજે તું,

હારની પરવા કર્યા વગર જીતનો જશ્ન મનાવતો રહેજે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational