ચાલશે
ચાલશે
તું મને મળશે નહિ તો ચાલશે,
વાત પણ કરશે નહીં તો ચાલશે,
બસ નજર સમક્ષ તું રહે હંમેશા,
મારી સાથે ભળશે નહિ તો ચાલશે
સંબંધ આપણો બસ ટકી રહે સદા,
લાગણીઓ વધશે નહિ તો ચાલશે,
તને દૂરથી બસ જોયા કરું સદાય,
હા, તું મને અડશે નહિ તો ચાલશે,
પ્રેમ નજરમાં જાળવજે અણનમ,
મારામાં ઓગળશે નહિ તો ચાલશે,
દિપક પ્રેમ તણો પ્રગટેલો રાખજે,
એય ઝળહળશે નહિ તો ચાલશે,
જીવતો રાખજે હૃદયમાં મને સદા,
મૃત્યુ પર હા, રડશે નહિ તો ચાલશે !

