ચાલોને બાળકોને જાણીએ સૌ
ચાલોને બાળકોને જાણીએ સૌ
બાળક છે ઊર્જાનો અખૂટ ભંડાર
બાળકમાં ભરેલી છે નિર્દોષતા ભરપૂર
ચાલોને બાળકોને જાણીએ સૌ...!
નથી એ કંઈ કોરી પાટી
એનામાં છે શકિત ભરેલી અનોખી
ચાલોને બાળકોને જાણીએ સૌ...!
નથી જાણતું એ કોઈ પ્રકારના ભેદ
એને નથી હોતો કોઈ વાતનો ખેદ
ચાલોને બાળકોને જાણીએ સૌ...!
સર્જનાત્મક વૃતિ એને મળેલી
એને બહાર લાવવા કરીએ પ્રવૃત્તિ અનોખી
ચાલોને બાળકોને જાણીએ સૌ....!
હાસ્યનું છે વહેતું રહેતું ઝરણું
એને ન રહેવા દઈએ ડરતું
ચાલોને બાળકોને જાણીએ સૌ...!
