ચાલો મનની ઈમારતની સફાઈ કરીએ
ચાલો મનની ઈમારતની સફાઈ કરીએ
મનરૂપી ઈમારતમાં પડ્યો નિરાશાનો કાટમાળ,
દૂર કરો આ નકામો કાટમાળ,
મનરૂપી ઘરમાં પડ્યો નફરત, ઈર્ષ્યા અદેખાઈ, અહમનો ભંગાર,
દૂર કરો આ ભંગાર,
મનરૂપી ઘરમાં પડી મતભેદની તિરાડ,
સમજણની સિમેન્ટથી પૂરી દો એને,
મનરૂપી ઘરમાં બાઝ્યા પૂર્વગ્રહોના જાળા
સમજૂતીની સાવરણીથી કરો એને દૂર,
મનરૂપી ઘરમાં બાજી આ ભેદભાવની ધૂળ,
એકતારૂપી સાવરણીથી કરો એને દૂર,
મનરૂપી ઈમારત ને છે રિનોવેશનની જરૂર,
આશાવાદથી કરો રંગ રોગાન,
પરસ્પરની સમજૂતીથી પૂરો તિરાડ
પરસ્પર હેત મહોબત માટે ખુલ્લા રાખો મનના દ્વાર,
કાળજી અને દરકારથી કરો જીર્ણોદ્ધાર
ક્ષમાનું ફૂલ રાખો ઉગાવી મહેકી ઊઠશે જીવન,
મનની ઈમારતની માવજત કરતા રહો
મનની ઈમારતની સંભાળ લેતા રહો.