ચાલને શીખીએ
ચાલને શીખીએ


ચાલ ને, આ રજા માં ઘરે જ રહીએ..
ખોવાયેલા સંબંધો ને પાછા શોધીએ...
એક બીજાથી દૂર તો કયાર ના થઈ ગયા..
ચાલને, ફરીથી એટલા જ નજીક આવીએ...
નોકરીની દોડભાગમાં ગુમાવી છે કેટલીય ક્ષણો,
ચાલ ને, એ ક્ષણોને પાછી સાથે માણીયે..
કેટલાય કાગળ ખોવાઈ ગયાની ચિંતા છે,
ચાલ ને, ખોવાઈ ગયેલા સંબંધની ચિંતા કરીએ...
વિચાર્યું હતું દરેક સવાર તારી સાથે જ ખીલશે,
ચાલ ને, એ વિચારને સાર્થક કરીએ...
દરેક સાંજ તારા હાસ્યરંગોથી જ ખીલશે,
ચાલ ને, એ હાસ્યરંગનો અનુભવ કરીએ...
ચાલ ને, આ રજામાં ઘરે જ રહીએ..
ખોવાયેલા સંબંધો ને પાછા શોધીએ.