STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Children

ચાલને દોસ્ત

ચાલને દોસ્ત

1 min
174

ચાલને દોસ્ત,

આ બગીચાનો બાંકડો બોલાવે

થઈ હતી તારી અને મારી મુલાકાત

કરી હતી આપણે સુખ દુઃખની વાત


ચાલને આ બાંકડો બોલાવે

આ રફી મુકેશના ગીતોની વણઝાર

આ મારા હૈયાંની લલકાર


ચાલને બોલાવે તને

આ પંખીઓના મીઠા ટહુકા

આ ફૂલો નું નૃત્ય લલચાવે


ચાલને આ આ લસરપટ્ટી અને

હીંચકા ખાતા, બાળકોને જોઈ ,

મીઠી યાદો વાગોળીએ


ચાલને આ પાઉંભાજી ને

ચણા જોર ગરમ ખાઈ આ પેટ

અને હૈયા ની ભૂખ ને શાંત કરીએ


ચાલને આપણે સુખ દુઃખની વાતો કરીયે

ચાલને દોસ્ત બગીચાની લોન પર લટાર મારીયે

આ લાલ મિટ્ટી પર મિત્રતા ની મહોર મારીયે

ના તૂટે આ દોસ્તી, એવા કરાર કરીએ


ચાલને આ સાંજને યાદગાર બનાવીએ

સુખ દુઃખને માળિયે ચડાવી મારી દઈએ તાળું

સાંજે ભેગા કરીયે આપણે વાળું


ચાલને દોસ્ત ઉદાસીને આગમાં ઓગાળી દઈએ

પીડાને પ્રેરણામાં પલટાવી દઈએ

દુઃખ ને દરીયામાં દફનાવી દઈએ

આનંદને આવકારીએ ચાલને દોસ્ત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children