STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

4  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ

1 min
235

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ

દુનિયાને ભૂલી,ખુદનો ખ્યાલ કરીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ,


ખુશી જોઈ બીજાની ! ક્યાં સુધી ખુશ થાવાનું !

ગમતા રહી બીજાને ! ક્યાં સુધી એવા થાવાનું !

ફિકર એ સઘળી ભૂલી, 

ચાલ ! થોડા ખુદને ખુશ કરીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ,


જ્યાં સુધી જીવીએ ! બીજાને માટે જીવવાનું !

પોતાનીય ફિકર નહીં ! એમ ક્યાં સુધી રહેવાનું !

બહુ જીવી લીધું બીજા માટે,

ચાલ ! થોડા ખુદને માટે જીવીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ,


'સ્નેહી' સાચો તારી ભીતર જ છે ! બીજે ક્યાં શોધે !

સ્નેહ થોડો આપ એને ! બહાર ક્યાં સુધી વહેંચે,

બીજા માટે તો બહુ કીધું !

ચાલ ! આજે ખુદને લવ યુ કહીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational