STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ચાલ, તારા જીવનમાં મીઠાશ ભરું

ચાલ, તારા જીવનમાં મીઠાશ ભરું

1 min
234

ચાલ ! હું તારા જીવનમાં

જીવન પર્યંત માટે મીઠાશ ભરી દઉં,

આપું તને જીવનભરનાં મીઠા સંસ્મરણો,

તું હર એક પળે મોગરાની જેમ મહેકી શકે,

ઘેઘુર વડલાની જેમ પ્રસરી

શીતળતા વરસાવી શકે,

મીઠાશની ખુશ્બુ તારા રોમેરોમમાં પ્રસરી જાય,

રાત રાણીની જેમ મહેકી શકે,

મુસીબતમાં પણ તું હિમાલયની જેમ અડીખમ રહી શકે,

મોરલાની જેમ ટહુકી શકે પંખીઓની જેમ ચહેકી શકે,


પતંગિયાની જેમ ઊડી શકે,

હવા જેવો તરવરાટ રહે તારામાં,

એવી મીઠાશ ભરી દઉં જીવનમાં,


વૃક્ષ અને વેલડી જેવા આપણાં સંબંધો

મીન અને જળ જેવા આપણાં સંબંધો,

ઉષ્માના ઘૂઘવતા મહાસાગર જેવા આપણાં સંબંધો,


એકબીજાના પૂરક આપણે તો,

એવી મીઠાશ એવો પ્રેમ જે

 કાળમીંઢ પથ્થરને પણ પીગળાવી શકે

ચાલ ! તારા જીવનમાં આજે મીઠાશ ભરી દઉં,

મારા પ્રેમની રોશનીથી

તારું જીવન ઝળહળતું કરી દઉં,

ચાલ ! તારા જીવનમાં એટલી મીઠાશ ભરી દઉં,

મારી ગેરહાજરીમાં પણ તું આંખ બંધ કરીને

મારી ઉપસ્થિતિની અનુભૂતિ કરી શકે


એવા મહામુલા સંસ્મરણો તને દઈ જાઉં,

લૂંટાવી દઉં મારા હૃદયની બધી અમીરાત તારા પર,

તને જગતનો શહેનશાહ હોવાની અનુભૂતિ કરાવી દઉં,

 તારા જીવનમાં એટલી મીઠાશ ભરી દઉં,

ભીનાશ ન આવે તારી આંખોમાં કદી

ચાલ ! એટલી મીઠાશ ભરી દઉં,


મતભેદોની ત્રિજ્યા ઘટાડી સંબંધોનો વ્યાસ વધારી દઉં,

ચોકલેટ જેવા મીઠા સ્મરણો આપી દઉં,

ચાલ ! તારા જીવનમાં આજે મીઠાશ ભરી દઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance