STORYMIRROR

Rahul Desai

Drama

2  

Rahul Desai

Drama

ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ

ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ

1 min
474

ચાલ, પેલી દુનિયામાં પાછા જઈએ..

જ્યાં સ્પર્શ એ ફેસબુકનાં વેવથી નહીં, પણ મિત્રોના હથેળીઓ પર તાળીનો હતો. 

જ્યાં રમત એ ફોન ના સ્ક્રીન ઉપર નહીં, પણ મિત્રો સાથે ખુલી હવામાં રમવાનો  હતો,


ચાલ, પેલી દુનિયામાં પાછા જઈએ..

જ્યાં સ્ટોરીઝ એ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર નહીં, પણ બા-બાપુજીના મુખથી સાંભળતા હતા. 

જ્યાં જમવાનું યુ ટ્યુબ પર કાર્ટૂન જોઈને નહીં, પણ બાના ખોળામાં બેસીને એના હાથથી જમતા હતા.


ચાલ, પેલી દુનિયામાં પાછા જઈએ..

જ્યાં ભણવાનું એ એપ પર નહીં, પણ શિક્ષક સામે રુબરૂ બેસીને કરતા હતા. 

જ્યાં ઓફિસથી સાંજે ઘરે આવીને ફોન પર નહીં, પણ પરિવાર બેસીને ગમ્મતથી વીતતી હતી. 


ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ..

જ્યાં આપડે ફરવા દેખાવડા માટે નહીં પણ સ્વયંના મનની શાંતિ માટે જતા હતા. 

જ્યાં ફોટોઝ પાડવાના સાધન ઓછા હતા પણ એમા સમાયેલું એ સ્મિત સાચું હતું.


ચાલ પેલી દુનિયામાં પાછા જઈએ.. 

જ્યાં જીવન દેખાવડો કરવા નહીં, પણ ખરેખર એને મોજથી જીવતા હતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama