STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Romance Inspirational

4  

Girimalsinh Chavda "Giri"

Romance Inspirational

ચાલ ને મળી લઈએ !

ચાલ ને મળી લઈએ !

1 min
307

ચાલને આજે મળી લઈએ,

સાથે થોડું જીવી લઈએ,

તારું મારું કરીને,

એકબીજાને પામી લઈએ.


પ્રેમના પ્રવાહમાં ભળી જઈએ,

એકબીજામાં ખોવાઈ જઈએ,

શું તારું ને શું મારું ?

ચાલને ભાગલા પાડી લઈએ.


તારા અને મારા રસ્તે મળી લઈએ,

થોડી પાપા-પગલી કરી લઈએ,

હું મારા રસ્તેથી તું તારા રસ્તેથી,

થોડી દિલને દસ્તક દઈ દઈએ.


હાથમાં હાથને પરોવી રાખીએ,

લાગણીઓને પરસ્પર કરી લઈએ.

નયનથી નયનને મિલાવીને,

થોડી વાતો પાંપણથી પણ કરી લઈએ.


મુલાકાતથી મુલાકાત કરી લઈએ,

થોડું એકબીજાને જાણી લઈએ,

સમયે-સમયે વ્યથા અનોખી,

ચાલને કસોટીઓને પારખી લઈએ.


મનના મંદિરે મળી લઈએ,

થોડી પ્રેમની પૂજા કરી લઈએ,

દેહરૂપી દાન કરી લઈએ,

હવારૂપી રૂખથી રાખમાં ભળી જઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance