બસ, બહું થયું
બસ, બહું થયું
દિવસો કંઈ એમને એમ જતાં નથી,
ચોવીસ કલાક કંઈક ઓછાં નથી,
નથી કહેતાં કથા પણ શીખવી દે છે ઘણું બધું,
સમજ ઓછી પડે છે સમજવાની,
દરેક પળ ગણિત છે, જીવવાની.
દિવસો કંઈ ....
આ 'સમય' છે,
હતો, અને
જતો રહેશે કાલ સુધી,
સમજી લઈએ ચાલ એની,
જીવી લઈશું સલામતી મંત્રથી વરસો સુધી.
દિવસો કંઈ....
શું દંડ તો નહોતો આ અજાણતાં,
સનન કરી ગયો કાન અને મૃત્યુ સુધી ?
બેબાક ને ડર સમજાવી ગયો સાનમાં એક કાળ સુધી.
દિવસો કંઈ....
ના કર ચેડાંઓ માનવ પ્રકૃતિ સાથે,
કાલે પણ જીવતાં હતાં અને આવતી કાલે પણ જીવી લેવાશે જો તંદુરસ્ત પ્રકૃતિ હોય સદા સાથે.
દિવસો કંઈ....
હતો છતાં વેચાતો લેવા ફાંફાં માર્યા દુકાનો સુધી,
સ્વજન ગુમાવ્યા દોષ દઈ કારણોને અંત સુધી,
હવે તો સમજી લે ઓક્સિજન અને પાણી વગર જીવાશે ક્યાં સુધી ?
દિવસો કંઈ.....
ભાવિ પેઢીનો ગુનેગાર ના થઈશ ઓ વિજ્ઞાની,
મફતમાં કઈ જ મળતું નથી,
કિંમત તો ચૂકવવી જ પડશે કાલ સુધી.
દિવસો કંઈક.
