બ્રહ્માંડ
બ્રહ્માંડ


પ્રચંડ હોવાનું ગુમાન ખોટું રાખ નહીં તું બ્રહ્માંડ
છાશ ભેગા છોકરાં થાય દરોજ તારા માંડ માંડ,
કેટલાં ખબર હશે આકાશગંગા તારે ખજાને?
ખરાબ અમારે ઝાઝાં ઊંચી રાખવાં ધજાને !
પદ્મ હશે તારાં તારા અવકાશે બે ચાર લાખ
એનાથી અદકેરાં બીડીનાં ઠૂંઠિયાં કરીયે ખાખ,
ગ્રહો ધૂમકેતુ ભર્યાં હશે બ્રહ્માંડમાં અરબો શંખ
રણશિંગે ફૂંકીયે સહસ્ત્ર શંખ દેવા ઝેરીલાં ડંખ,
સ્થૂળ વસ્તુ સમગ્ર અસ્તિત્વ ધરાવે તું સમાવે
બિન અસ્તિત્વ વાતે પ્રજાને અમ નેતા નમાવે,
અવકાશ સમય રૂપ દ્રવ્યો ઊર્જા ને વેગ બ્રહ્માંડે
છાવરવાં સ્વપાપ અહીં સૌ શોધી દુશ્મનને ભાંડે,
ને ભૌતિક નિયમ તારે સ્થિરાંકો રાખવા એકત્રિત
નિયમ વગરે જીવવું અનેરી અમારી ઝેરી રીત,
સતત ઉત્ક્રાંતિ કરવાનું અમને ના ફાવે તારી જેમ
કપિલ કૂદતાં ઉછળતાં રહેવાની અમારી નેક નેમ,
રહસ્યો તારા અગાધ અનંત અતિત નિગમ નેતિ
પારદર્શક અમે જીવવું રોજ વગર નિયમ કે નીતિ,
પ્રચંડ હોવાનું ગુમાન ખોટું રાખ નહીં તું બ્રહ્માંડ
માની અમને તારાં બચોલિયા ખાય છે તું ખાંડ.