બોવ સારું નઈ
બોવ સારું નઈ


દરેક વખતે ભાવુક થવું,
બોવ સારું નઈ,
વધુ પડતાં ક્રૂર થવું,
બોવ સારું નઈ,
આમ હંમેશા રડતાં રેહવુ,
બોવ સારું નઈ,
જ્યાં ને ત્યાં હસતા રહેવું,
બોવ સારું નઈ,
સાવ નવરા બેસી રહેવું,
બોવ સારું નઈ,
હરહંમેશ વ્યસ્ત રહેવું,
બોવ સારું નઈ,
ખોટા સામે પણ ચૂપ રહેવું,
બોવ સારું નઈ,
મૂર્ખાઓ વચ્ચે બકબક કરવું,
બોવ સારું નઈ,
અંતે એકજ વાત કહેવી હતી,
આમ બધુંય સારું પણ,
બોવ સારું નઈ.