STORYMIRROR

Vasudev Barot

Inspirational Others

3  

Vasudev Barot

Inspirational Others

બંધાણી

બંધાણી

1 min
500


એક બંધાણી છે એવો, ભારી પોષડોડા તણો,

શરીરથી દેખાય છે, બોતેરનો જ ગણો.


સવારના પહોરમાં, પીએ છે વાટકા ભરી,

આંખો મીંચી બેસે જાણે,બેઠો છે ધ્યાન ધરી.


ઢીલોઢફ એવો જાણે, જુઓ ભેંસનો પોડલો,

પીતાં કડકાઈ આવે, ને પછી તો ધોડલો.


બંધાણી કહે છે લોક, નામ કહી ના બોલાવે,

તોય એ રાજીના રેડ, બેસાડીને ચા પાવે.


ઢાળિયામાં છે ખાટલો, ને રીત રાખે રાજવી,

ફરે ના પથારી કદી, ફરે તડકા રવી.


આસપાસ પંદરને, વચમાં હોય છે પોતે,

પાસે બેઠા હોય એવા, મફતિયું જ ગોતે.


પીવા આવે પોતાં પાસે, ધણા ચાય પરબારી,

દૂધની અગવડમાં, એક બકરી પાળી.


ખાટને પાઈએ બાંધે, એ બકરીને બંધાણી,

બકરીના ઠાઠ એવા, રજવાડાની રાણી.


બંધાણી તો ડોડા ગળે, પછી નીચોવે ગરણું,

વધ્યું નાખે બકરીને, ભાવતું છે ચરણું.


રોજની આ રીતથી,એ તો મજાથી પેટ ભરે,

ધણા દિવસના અંતે થઈ બંધાણી ખરે.


ખબર નથી જરાય, એની ખબર ખોયાને,

રુપિયાની પડી તંગી, ધણા દિએ રોયાને.


ખરીદવા પોષડોડા, બકરીને વેચી મારી,

બકરી હતી બંધાણી, વાત વિપત ભારી.


સેડા સળેખમ છિંકો, એવી હેરાન થાય છે,

ખાય ના કશુંય બીજું, બગાસા જ ખાય છે.


આંચળ સુકાઇ ગયા, દૂધ કાઢતી ના છાંટો,

આપવા આવ્યો એ પાછો, રોષથી પાડી ઘાંટો.


ગધા ભેગું ઘોડું રહે, ભલે ના શીખે ભૂંકતા,

લાત મારતાં શીખશે, નક્કી જતાં આવતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational