STORYMIRROR

Meena Mangarolia

Romance Inspirational Others

3  

Meena Mangarolia

Romance Inspirational Others

બંધ મુઠ્ઠી

બંધ મુઠ્ઠી

1 min
12K

હજુ 'બંધ મુઠ્ઠી' ના ખોલી

કાન, તું મારો સુંદર શ્યામ

પડખે રમતું રાધાજીનું માન

મને શીદને કરે છે બહુ હેરાન

સાચ્ચે સાચ્ચું લખ્યું મારું નામ ?

હજુ 'બંધ મુઠ્ઠી' ના ખોલી.....

લોક કહે રાધાજી ખાનગી વાત

તે લખી હથેળીમાં રાધાની જાત?

મારું અંતર થઈ જાતું સૂમસામ

હજુ 'બંધ મુઠ્ઠી' ના ખોલી......

તમન્ના તરફડે યાદોની વણજાર

બંસી સૂરે મળવું જમનાને મોજાર

પડખે અચરજ ભરશે ગોકુળ ગામ

હજુ 'બંધ મુઠ્ઠી' ના ખોલી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance