STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

બંધ કર રડવાનું.

બંધ કર રડવાનું.

1 min
463




સાવ ભુલાવી દીધું છે રડવાનું,

હવે મુસીબતોની માથે પડવાનું,


રડીને અંત ક્યાં આવે ભવનો,

રોજ આફતોને ગળે મળવાનું,


આમ રડીને જીવવું સારું નહીં,

એ પ્રેમથી હળવેકથી ઘડવાનું,


દુઃખોને દંડ દે તું તારા સ્મિતથી,

હસતો જોઈ એ પણ બળવાનું,


આફત પણ રાડ પોકારી જાય,

ને નડતા લોકોને પ્રેમથી નડવાનું,


ધીમે ધીમે પણ સતત ચાલતા,

પંચતત્વમાં એક દિ' ભળવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational