બીન મોસમ વરસાદ
બીન મોસમ વરસાદ
અચાનક જિંદગીમાં થયું તમારુ આગમન,
આ વાદળી બિન મોસમ આમજ વરસી ગઈ,
ફરી આ દિલની લાગણીઓ ભીંજાઈ ગઈ,
પતઝડની મોસમમાં પ્રેમ ઋતુ આવી ગઈ,
આકાશથી વરસ્યુ અમી તમારા સ્વાગતે,
ભીની માટીની ખુશ્બુ ચોતરફ ફેલાઈ ગઈ,
ટપ ટપ પડતી બુંદ બુંદમાં સૂર તામારો ભળી ગયો,
આંખ મટકાવી વીજળી તસ્વીર તમારી પાડી ગઈ,
જોઈ તમને આજ ચાંદ પણ શરમાઈ ગયો,
પોતાનો કાળો ડાઘ છૂપાવા વાદળ પાછળ છૂપાઈ ગયો,
મૃદુલ મનને મળી ગઈ પ્રેરણા આજે,
અને આમજ ગઝલ લખાઈ ગઈ આજે.