STORYMIRROR

Nirali Patel

Inspirational

3  

Nirali Patel

Inspirational

બી વાવ્યાં

બી વાવ્યાં

1 min
123

બી વાવ્યાં, પાણી નાખ્યું, છોડ બની પાંગર્યો,

ધીમે ધીમે છોડમાંથી મોટો થઈને વૃક્ષ બન્યો,


પાણી વૃક્ષે આપણને પાછું આપ્યું,

વાદળ પાસે વરસાદને તું ખેંચી લાવ્યો,


મેં વૃક્ષને ખોરાકમાં ખાતર આપ્યું,

વૃક્ષે મને શાકભાજી, ફળ આપ્યા,


મેં વૃક્ષ ને રાસાયણિક ખાતર આપ્યું,

વૃક્ષે મને ઔષધિય દવાઓ આપી,


મેં વૃક્ષ ને ખુલ્લી હવામાં રાખ્યો,

વૃક્ષે મને તાપ વેઠી ને છાંયો આપ્યો,


વૃક્ષનું મેં જતન કરીને ઉછેર્યો,

એ જ વૃક્ષએ મારું પોષણ કર્યું,


માટે વૃક્ષ વાવો, વરસાદ લાવો,

વૃક્ષ પોતાની પાસે કંઈ નહીં રાખે,


દુઃખ વેઠીને બીજાને આપતા શીખો,

બદલામાં સુખ જ મળશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational