માવજત
માવજત
1 min
200
એક નાનકડા છોડ તમે વાવજો રે લોલ,
અને એમાંથી ફળ મેળવશું રે લોલ.
એક નાનકડા છોડ તમે........
જીવન આખું એવું વરશો વરસાવીયું,
નાના નાના છોડ ને ઉછેરશું રે લોલ.
એક નાનકડા છોડ તમે...........
છોડમાંથી વૃક્ષ બની મમતા વહેડાવશું,
હે આછા આછા ફૂલડાં વિખરશું રે લોલ.
એક નાનકડા છોડ તમે...........
ચંપો, ચમેલી, મોગરો, મની પ્લાન્ટ લાવશું,
પ્યારા પ્યારા છોડની માવજત કરીશું રે લોલ.
એક નાનકડા છોડ તમે...........
છોડ ને વૃક્ષ બહુ ઉપયોગી યોગી,
દવા અને લાકડા લાખ બહુ જોગી રે લોલ.
એક નાનકડા છોડ તમે.
