ચહેરા પર ચહેરો
ચહેરા પર ચહેરો
ચહેરા પર પહેરો, ચહેરાની પાછળ મુખવટો,
દરેક ચહેરાની હસીમાં, ફસાયેલી ખુશી,
ચહેરાની પાછળનું દુઃખ, અને દુઃખથી બનેલી વેદના,
તમારી જોડે બનેલા સંબંધ, સંબંધની પાછળનો સ્વાર્થ,
ભાઈબંધ હોય કે મિત્ર સ્વાર્થ હોય ત્યાં સુધી,
સ્વાર્થ પૂરો થયા પછી મિત્રો શાના હોય તમારા ?
એના દિલમાં શું હશે જાણી શક્યું ના કોઈ,
ઉપયોગ થયો તો ખબર પડી કે મિત્ર છે કે કોઈ,
આપણી આગળ શાણો એવો, પાછળથી મારે ખંજર,
એવો ચહેરો લઈને ફરે છે ને કરે છે એ નાટક,
મિત્ર એવો ડોળ કરે છે કે હું છું તારો ચાહક,
મિત્ર છે કે બહુરૂપી ચહેરાનો સરદાર,
આગળ છે ચહેરો બહુમુખી, પાછળ રહી ચેડાં કરે.
