હું શિક્ષક
હું શિક્ષક
મારા સમાજનો સુધારક એટલે હું શિક્ષક,
મારા વિચારોનો તારક એટલે હું શિક્ષક,
દુનિયામાં એક જ વ્યવસાય નિરાળો,
એટલે એ જ હું શિક્ષક,
મારા ઘરથી લઈને શાળા સુધીનો સુકાની,
અને શાળાથી લઈને ચોક ડસ્ટર સુધીનો તુફાની,
સમાજમાં ડૉક્ટર, વકીલ, એન્જીન્યર બનાવનાર,
એટલે એ જ હું શિક્ષક,
એની દરેક લાકડીની ઘા માં પણ ચિંતા,
અને એની દરેક પરીક્ષામાં એ શુભચિંતક,
મારા દરેક વિદ્યાર્થીના રિઝલ્ટમાં હું ખુશ,
મારા વિદ્યાર્થીના દરેક ઉત્સાહમાં ઉત્સાહી.
એટલે જ હું શિક્ષક.
મારા બાળપણના શાળાના દરેક દિવસો જીવતી,
ફરીથી એ દફતરનો ભાર ઝીલવા તૈયાર થતી,
અને એટલે જ ગર્વથી કહું છું કે હું શિક્ષક.
