ભવ્ય ભારતની શાન
ભવ્ય ભારતની શાન


ગાન ગાવો ગાન ગાવો,
ગરવી ગુજરાતના ગાન ગાવો,
ભવ્ય ભારતની શાન વધાવો.
આવો હિન્દુ, આવો મુસ્લિમ,
પારસી શીખ ઈસાઈ,
હાકલ પડતાં દોડી આવો,
એકતાનો મંત્ર અપનાવો....
ભવ્ય ભારતની......
નાનેરા ને મોટેરા સૌ,
શુભ કામના ઉર ધરો.
સાક્ષરતા અભિયાન ચલાવી,
સાચી શિક્ષણ જ્યોત જલાવો.
ભવ્ય ભારતની.....
નદી પહાડો, સરહદ કેરી,
રક્ષા કાજ દોડી આવો.
વૃક્ષલતાઓ અનાજ ઉગાડી,
આજ પશુધન બચાવો.
ભવ્ય ભારતની......
રખવાળી મા ભોમને કાજ.
ક્રાંતિ હરિયાળી સર્જાવો.
પરદેશી હુમલાખોરોને,
સરહદ ઓળંગતા અટકાવો.
ભવ્ય ભારતની......
ત્રિરંગાના નારા લગાવી,
લહર લહર લહેરાવો.
રક્ત રેડણહાર શહીદોના,
આજ વીર બલિદાન બિરદાવો.
ભવ્ય ભારતની.