ભૂલી ગયો
ભૂલી ગયો
ક્યાંક જવું'તું ને ક્યાંક પહોંચી ગયો,
આજ ફરી પાછું હૈયું ક્યાંક ભૂલી ગયો,
આવે છે કોઈક હસાવવા તો કોઈક રડાવવા,
કોઈ અજાણ્યું આવ્યું'ને મને ઘરે આવી મૂકી ગયો,
જીવનની કેટકેટલી ઈચ્છાઓ રોપી હતી,
એક સપનાને વાવતા બીજા સપના ભૂલી ગયો,
કહ્યું હતું અમને કે ફરી મળશું કૈંક 'દુશ્મન',
એમની એજ રાહમાં ધબકારાનો અવાજ થંભી ગયો,
દૂર રહેવાના ફાયદાના અસરની ખબર ન હતી મને,
એમને પામવાની ઈચ્છા મનમાં રાખી હવે હું ભૂલી ગયો,
ક્યાં સુધી હું રહીશ તારા વંચિત પ્રેમનો ભાગીદાર,
આજે તો મારા પ્રાણનો પ્રેમ પણ ફર કરી ઊડી ગયો.

