STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

ભૂખ

ભૂખ

1 min
317

ઉપર આભ ને નીચે ધરતી હોય જેનાં નસીબમાં,

ગરીબોનો ક્યાંય હોય નહીં જગતમાં વિસામો,


પેટનો ખાડો પૂરવા માટે પણ જરૂરી છે,

રસ્તે બનાવેલો ચૂલા પરનો રોટલો,


સાંજ પડે ને ભૂખની આવેલી તડપમાં,

રોટલો તાવડે પકવાતો ને ચૂલે શેકાતો,


બાળકો ભૂખ્યાં થઈ જિદ કરી આવતાં મા પાસે,

તેમની આંખોનો નિઃસાસો મને પજવતો,


કેવો મળે તેમને અહીં વ્હાલભર્યો ઈશારો ?

અહીં તો તેમને આંસુઓમાં મૂલવતો,


આમદાનીની શોધમાં મા છોડીને જતી,

ત્યારે બચપણની કિલકારીઓમાં રખડતો,


કેવી જોઈ બદનસીબી આ આંખોએ,

ધોધમાર આંસુઓની ભીનાશને જાળવતો,


"સખી" મારી વેદનાની આ કરમ કહાણી છે,

ઈશ્વર જાણે અંત તેનો કેવો આવતો.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Tragedy