STORYMIRROR

Mahebub Sonaliya

Drama Romance Tragedy

3  

Mahebub Sonaliya

Drama Romance Tragedy

બહુ સમજી વિચારીને

બહુ સમજી વિચારીને

1 min
22.5K



બહુ સમજી વિચારી ને ફકત સમજણ અમે પામ્યાં,

ગુમાવ્યા સગપણો સઘળા અને કારણ અમે પામ્યાં,


વિષમતાંઓમાં ક્ષમતાના ઘણા લક્ષણ અમે પામ્યાં,

સ્વયંની મૂર્ખતાને ઢાંકવા ડા'પણ અમે પામ્યાં,


તમારા સ્પર્શની આદત પડી જાશે તો શું થાશે?

સમય થંભી ગયો તુજ હાથ જો બે ક્ષણ અમે પામ્યાં,


હતું નીર્મોહી મન તો પણ ફસાયું જગની લીલામાં,

કે ખુદના લોચનો વેચી અને આંજણ અમે પામ્યાં,


ભરેલી આંખ ખાલી ખમ ને ખાલી આંખમાં આંસૂ,

અરે આ પણ અમે પામ્યાં, અરે તે પણ અમે પામ્યાં,


ધુઓ તો પણ રહે મેલૂ ના ધોવો તો પણ પાવન,

અજબનાં હાડકા ઉપર ગજબ પહેરણ અમે પામ્યાં,


મહોબ્બતમાં કદી 'મહેબૂબ' હિંમત ના કરી એણે,

હ્રદય એક જ હતું તે પણ બહું બીકણ અમે પામ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama