STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

ભણતર

ભણતર

1 min
451

જેમ ઈમારતમાં જરૂરી છે,

પાયાના ચણતરની,

તેમ ભણતરમાં જરૂરી છે,

પાયાના ગણતરની.


જરૂરી છે એકલવ્યની નિષ્ઠા,

નથી જરૂરત પૈસાના રણકારની.


જેમ વેચાણમાં જરૂરી છે,

કિંમત પડતરની.

તેમ માટીની તાવડીમાં જરૂરી છે,

ઉંડાઈ તેના ઘડતરની.


ગમે તેટલુ મથશો, 

ઉંચા નહી આવો,

ઉંચા આવવા ય જરૂરી છે,

એક નડતરની..


સમજ પહેલા આ પાંચે “તર.“

પછી ભવસાગર “તર.“


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational