ભલું
ભલું
સહુનું ભલું તું કરતો થા,
ફૂલની જેમ ખીલતો થા,
લોકોને ખૂબ ગમતો થા,
સમાજ સાથે બેસતો થા,
સારા લોકોને મળતો થા,
પરિવાર સાથે ભળતો થા,
બોલે કોઈ કટુ ગળતો થા,
સારા મારગે તું ચઢતો થા,
વેર ઝેર હવેથી છોડતો થા,
સહુથી નાતો તું જોડતો થા,
ડૂબતાનો હાથ ઝાલતો થા,
ક્રોધી સ્વભાવ ટાળતો થા,
આંતરડી સૌની ઠારતો થા,
પાપોથી હવે તું ડરતો થા,
કોઈના અંગોને ઢાંકતો થા,
સંસાર સાગર તું તરતો થા,
કોઈનો સ્તંભ થઈ થોભતો થા,
તારું કામ પડે ત્યાં દોડતો થા,
ઈશ્વરનું ધ્યાન હવે ધરતો થા,
માત - પિતાને સદા નમતો થા,
સારા સંસ્કારોને તું પામતો થા,
સારા લોકોની સાથે ફરતો થા,
મારું તારું હવેથી તું મૂકતો થા,
ઈશ પાસે સૌનું ભલું યાચતો થા,
લોકો પર હવે સ્નેહ રાખતો થા,
ભાગવત, ગીતાજી, વાંચતો થા,
મોઢા પર સ્મિત લાવી હસતો થા,
"પ્રવિણ"કાવ્યકથન તું લખતો થા.
