ભલા તું છે પળપળનો સરવાળો
ભલા તું છે પળપળનો સરવાળો
ભલા તું છે પળપળનો સરવાળો
વહી જાય છે રે વેળાકર અંતરમાં અજવાળાં
કમાણી તારી છે આ માનવ દેહની સરતી જ જાતી અણમોલ લુંટાતી
માર અહંકારને તાળાં વહી જાય છે રે વેળાકર અંતરમાં અજવાળાં
ધરી ભેટ વિધાતાએ સ્વસત્તાકરે જે ભાવ તું એ ભાથું તારું તારી લાખેણી પળપળ ગાતી ….
થઈ વિરક્તિ ભર તું ખજાના
વહી જાય છે રે વેળાકર અંતરમાં અજવાળાં
આ પળપળનો તું માંડ હિસાબ રે….થઈ મહા યોગી ને જ્ઞાની
સવા સવૈયાં મળશે રે સરવૈયાં…જોજે વહી ના જાયે વેળા
ભલા તું છે પળપળનો સરવાળો…કર અંતરમાં અજવાળાં.
