ભક્તિનાં જામ
ભક્તિનાં જામ
તમે ફૂલની પથારી બિછાવો ને સુવા શ્યામ આવે,
પછી કરો બંધ નયન તો ચપટીમાં આમ આવે !
ભૂલી ભેદ ભરમ સંસારી સઘળા પળમાં આમ,
અંતે તો આ મહેકતી ભવ્યતા જ કામ આવે !
ધીરજ મારી રાહ જોઈ જોઈને શબરી થઈ,
ભલેને ચહેરે કરચલી પડે ત્યારે રામ આવે !
આ હરિરસની મધુશાલામાં પ્રવેશ જો કરો,
તો મદહોશ કરે એવા ભક્તિના જામ આવે !
તું જ ફૂલ,મહેક ને તું જ "પરમ" મુરઝાહટ,
બસ આ જ "પાગલ" પનથી જીવવાની હામ આવે !
